સરર સરકી જતા , સ્વપ્ન  માફક અમે,
તરલ  પ્રવાહી ,સ્વભાવ માં માફક અમે;

રોકી ના લઈશ કલકલ,. વહેતા ઝરણાં,
પર્વત ના આંસુઓ, પચાવા માફક અમે;

દસ્તક દઈ જગાડ ના, સ્મૃતિ  ભીતર ની,
આંગળીઓ છેડે ,સંવેદનામાં માફક અમે,

રૂકાવટ નથી એ ,વિરહમાં, દડદડ વહેતી,
ભાવના માં ભળતી, લાગણી માફક અમે,

અદભુત છે અનિર્વચનીય ,આનંદ સ્વરૂપે,
થોડી મસ્તી મજાકને,દિલ્લગી માફક અમે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111434672

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now