એક સુંદર ચહેરા ને જોઈ આ દિલ તેને પામવા પાગલ થયું છે,
આ ખુબસુરત મુરત સાથે જીવન જીવવાનું મનોમન માની લીધું છે,
મારી પ્રીતના અથાગ પ્રયત્ને એનું દિલ જીતી લીધું છે,
જન્મ મરણના કોલ દઈને તેને પણ મારો વિશ્વાસ પામી લીધો છે,
એકાદ વર્ષનાં પ્રણયનાં થનગનાટ પછી તેના અસલી સ્વરૂપે દગો દીધો છે,
અસલી આશિક માં જ્યાં ગણતરી થતી! આજે પાછો જમાનાએ પાગલ કહ્યો છે.