અવેજી ઉપલબ્ધ છે બધાનું આ દુનીયામાં સ્થાન લઈ લે છે કોઈનું કોઈ અહીયા, પછી ફ્રેમમાં કોઈ પણ ફોટો ફીટ , કે પછી કોઈ પણ ફોટા પર કોઈ પણ ફ્રેમ ફીટ. ફલેકસીબલ જગતના લોકો , ફલેકસી બલ લોકોના સ્વભાવ , જીવવા માટે ચેહરા બદલે, જીવવા બદલે વહેવાર. પાગલ બની શું કરશો કોઈ પાછળ યારૉ, દુનીયા જીવવા માટે જાય કઈ હદ શુધી , સમય કેવો કપરો ચાલે ભ્રમીત કરી દીધા મન બધાના, જીવન જીવવા કરાવે કેવી વેઠ, સ્વાર્થ તણા સંબંધ બધા, સ્વાર્થ તણી સગાઈ , કોઈ કોઈ નું નથી અહી, જીવવા માટે ની બધી આ લડાઈ ,નથી સહન થાતી આ વાત લાગે છે હું પણ થઈ જઈશ પાગલ.
#પાગલ