Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એવા સાચા રે સંતો ને માથે ભક્તિ કેરા મોડ ...
એવા સાચા રે

નિરખતા નૈના હરખે, મટી જાય મનની દોડા દોડ,
નિર્મળ મન થી નિરખી ને જોયુ, કઈ ખોટી મળે નહિં ખોટ ... એવા સાચા રે

નિંદા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ,
એવા હરીજન અલખ ને પ્યારા જેની માથે ભક્તિ ના મોડ ... એવા સાચા રે

દોષ પોતાનો પ્રગટ કરી ને કરે હાથોની જોડ,
દગો ને પ્રપંચ દીલ માં ન રાખે, ભલે ગુના હોય લાખને કરોડ ... એવા સાચા રે

ધર્મ ની સાટે ધરવું હોય માથું, આવે દોડા દોડ,
આવા હરીજન અવની મા ઓછા, બીજા લાખને કરોડ ... એવા સાચા રે

જુગ જુગ જોડી અમર રાખો, સાહેબ કાંડું નવ છોડ,
ભેળી સમાધિ ભજન તમારું કીરતાર પુરજો કોડ ...
એવા સાચા રે

દાસી ઝબુ પીર રામા ની દરગાહ મા કરે હાથની જોડ,
ભવબંધન થી છોડાવો ગુરુજી, કિરતાર કાંડું ન છોડ ... એવા સાચા રે

એવા સાચા રે સંતો ને માથે ભક્તિ કેરા મોડ ...

Gujarati Religious by બાબા સત્સંગી : 111433790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now