જો છે તેનામાં આવડત,
પરિસ્થિતિને અનુકૂળ થવાની,
તો તે ભણેલી હોઈ કે અભણ,
વાત એક જ છે!!!
જો તે લડી જાણતી હોઈ ,
વિશ્વની દરેક મુશ્કેલીઓ સામે,
તો તે એકલી હોઈ કે પરણેલી,
વાત એક જ છે!!!
જો તેનામાં હોઈ સંબંધોને,
સાચવવાની સારી કળા,
તો તે ૪ ચોપડી હોઈ કે અનુસ્નાતક,
વાત એક જ છે!!!
જો તે કરી જાણતી હોઈ,
સારું ઘડતર પોતાના બાળકનું,
તો તે ઘડતર સમાજનું થાય કે પરિવારનું
વાત એક જ છે!!!