નમસ્તે! તમે મને નથી જાણતા અને એવી જ રીતે હું પણ તમને નથી જ જાણતી. તમે આ વાંચી રહ્યા છો ત્યારે તમને ખબર છે કે હું લખું છું અને મને ખબર છે કે તમે વાંચો છો, તો હું થઈ લેખક અને તમે વાંચક. આ હતી આપણી પહેલી ઓળખાણ.
જ્યારે હવે તમે આટલું વાંચીને અટકી નથી જતા કે બીજી પોસ્ટ પર નથી જઈ રહ્યા એનો મતલબ એ જ કે તમે મને જાણવા માંગો છો અને હું આગળ લખી રહી છું એનો અર્થ એ કે હું મારી ઓળખાણ આપવા માંગુ છું. એટલે એમ કહી શકાય કે હવે આપણે એકબીજા માટે અજનબી નથી રહ્યા, તો આ હતી આપણી બીજી ઓળખાણ.
ઓળખાણ કાઢવામાં હું મને #INTRODUCE કરવાનું તો ભૂલી જ ગયી.
હું એક એવી છોકરી છું જેને વરસાદમાં નહાવાનું ખૂબ જ ગમે છે, રસ્તામાં ચાલતા ચાલતા butterscotch (tricone) ને ખાવામાં મને જે મઝા આવે છે ને એની તો વાત જ શું કરવી!
હું એક એવી છોકરી છું જેને દુઃખમાં તો ઠીક ખુશીમાં પણ Sad songs સાંભળવા ખૂબ જ ગમે છે. હું એક એવી છોકરી છું જેને કોઈ પણ song પર નાચતાં આવડે છે! ( please note કે તમે મને નાચતાં જોઈને પાગલ થઈ જશો. કેમકે મને dance આવડતો જ નથી.) હું એક એવી છોકરી છું કે બસ જેને જ્યારે મન થાય ત્યારે નાચી લઉં છું, મારા પોતાના moves અને steps સાથે!
હું એક એવી છોકરી છું જે ચોથા માળે જઈને મોટે મોટે થી વાતો કરે છે, આકાશ સામે જોઈને. અને ક્યારેક બૂમો પણ પાડે છે, ક્યારેક ખૂબ હસી લે છે અને ક્યારેક ખૂબ રડી લે છે. હું એક એવી છોકરી છું, જેને તમે સૌ કોઈ ઓળખો છો છતાં જાણતું કોઈ નથી કે હું કોણ છું... જેવા તમે એવી મને બનાવી લો છો!
હું મને introduce કરવાનું હમેંશા ટાળું છું કેમકે તમે તો પહેલેથી જ મને તમારી સાથે તમારી રીતે introduce કરી જ લેતા હોવ છો!
છતાં પણ... એટલું જરૂરથી કહેવા માંગીશ કે જ્યારે પણ મળીશું આપણે, મઝા જરૂરથી આવશે. હું તમારી introduction તમારી પાસે જ માંગીશ અને તમે જે રીતે તમને introduce કરશો એ જ તમારી મારી માટે ઓળખાણ રહેશે.
- NupuR
#Introduce