રાહમાં મળ્યો'તો મારો ભાવિ ભરથાર,
થઇ એકમેકની નજરોની અવરજવર.
જયારે એના ચહેરા પર મુસ્કાન દીઠી,
દિલમાં ટાઢકની એ કટારી વાગી મીઠી.
જોયો ચહેરો શાંત કોમળ અને મજાનો,
જોઈને થયો મનેય અહેસાસ લજ્જાનો.
થયું કે કહી દઉં મારાં મનડાંની વાત,
કહે તો ફરી લઈએ આજે ફેરાં સાત.
પહેલીવારનો પરિચય આમ જ થયો,
વર્ષોની ઓળખાણનો આભાસ થયો.
ગાયત્રી શ્રીમાળી (ચિન્ટુ )
#પરિચય