હમણાં કશું લખાતું નથી
એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી
એવું કેમ છે ?
ઝાકળની જેમ ક્ષણમાં ઊડી
જઈશ હુ છતાં,
એ ફૂલ ને અડાતું નથી
એવું કેમ છે ?
રાખી શકુ છું સૂર્યમુખી
જેવી દુરતા,
ને તોય ત્યાં ટકાતું નથી
એવું કેમ છે ?
બસ આંસુ આંખમાંથી
વહેતા મૂકી શકું,
ના પૂછ કે હસાતું નથી
એવું કેમ છે ?