#પરિચય
હે ભગવાન! મને આ પરિચય આપ.
હું એક માણસ બનું..
જે બીજાનું ભલું ઇચ્છે
જે સાથે મળીને ચાલે
જે બીજા પ્રત્યે દયાભાવ રાખે
જે પૃથ્વી પરના દરેક માણસ ને પરિવાર માને
જે તારા દર્શન તારા દરેક બાળકમાં કરે
જે અવગુણોથી સદા દૂર રહે
જે તારી પ્રેમાળ છત્રછાયામાં હંમેશા સુરક્ષિત રહે
હે ભગવાન મને આ પરિચય આપ.