Gujarati Quote in Motivational by Mastermind

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક માસ્ટરમાઈન્ડ સાથે મુલાકાત

મારું નામ મયંક ક. ભાવસાર "માસ્ટરમાઇન્ડ" છે. મારી વાઇફનું નામ છાયા અને અમારા બે પ્રિન્સના નામ છે ઊર્મિલ અને કેવિન. હું અમદાવાદમાં ગુરુકુળ વિસ્તારમાં રહું છું. મારો જન્મ સન ૧૯૭૨મા થયો હતો. મારુ વતન રણુજ ગામ છે.

સન ૧૯૯૫માં L.D.C.E. માંથી મે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે એન્વા. એન્જિનિયર ની ડીગ્રી લીધી. ત્યારબાદ લગભગ ૨૨ વર્ષ સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું. જેમાં ૫ વર્ષ I.S.R.O.- અમદાવાદ અને ૧૦ વર્ષ N.I.F.- અમદાવાદ નો સમાવેશ થાય છે. આની સમાંતર ૧૦ વર્ષ સુધી એમવે – નેટવર્ક માર્કેટિંગ પણ કર્યું. હાલમાં સન ૨૦૧૪થી વિદ્યાર્થીઓને શિક્ષણમાં ટ્રેનિંગ અને કોચિંગનું કાર્ય ફૂલ ટાઈમ કરું છું.

જાન્યુઆરી ૨૦૧૭થી હું ગુરુકુલ વિસ્તારમાં પુસ્તકની પરબ ચલાવું છું. ૨૧ ફેબ્રઆરી૨૦૨૦ (વિશ્વ માતૃભાષા દિવસ) થી ગ્રંથ મંદિર પણ શરૂ કર્યું છે. આ બંને પ્રકલ્પો માતૃભાષા અભિયાનના ઘણાં માના છે. પુસ્તકની પરબમાં પુસ્તકોના આદન-પ્રદાન ઉપરાંત વિવિધ સાહિત્યકારો પણ હાજરી આપે છે જેથી વાચકગણ સાથે એક સેતુ સ્થપાય છે.

મને વાંચનનો શોખ નાનપણથી છે અને સમજણો થયો ત્યારથી હું દર વર્ષે લગભગ ૧૨-૧૫ પુસ્તકો વાં ચુ છું. ક્યાંક મારા વાંચવામાં આવ્યું હતું કે “તમે ૧૦૦ પુસ્તકો વાંચો છો, ત્યારબાદ ૧૦૧મું પુસ્તક તમારું હોવું જોઈએ.” બસ ત્યારથી લખવાનું શરૂ કર્યું.

મે આશરે ૧૧ મહિના સુધી સન ગેઝિંગ (સૂર્ય સામે તાકવું તે) કર્યું. જેનાથી મારી દૃઢતા અને એકાગ્રતા માં વધારો થયો. સન ૨૦૧૭માં આદર્શ અમદાવાદ માંથી T.O.T. નો કોર્ષ કર્યો. શ્રી ભરત શાહનાં વકતવ્યોથી મારા માં રહેલ આધ્યાત્મિકતા ને પોષણ મળ્યું. સન ૨૦૧૮માં “ધ લેન્ડમાર્ક ફોરમ” કોર્ષ કર્યો. આણે મારા વિચારો અને મારા જીવનમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું. ત્યારબાદ અન્ય કોર્ષ પણ કર્યા. લેન્ડમાર્ક ના અસિસ્ટિંગ પ્રોગ્રામ સાથે સંકળાયેલ છું.

અત્યાસુધીમાં મારા જીવન પર ઊંડી છાપ છોડનારા પુસ્તકો છે: સાત પગલાં આકાશમાં, સત્યનાં પ્રયોગો, શ્રીમદ્ ભગવદ્ ગીતા, વિનોબા ભાવે નું જીવનચરિત્ર, અને થીંક ઍન્ડ ગ્રો રિચ.

અત્યારસુધીમાં મારા જીવન પર ઊંડી છાપ છોડનારા વ્યક્તિઓ છે: મારા માતા પિતા, અનિલ ગુપ્તા – IIMA, શ્રી ભરત શાહ – આદર્શ અમદાવાદ, અને લેન્ડમાર્ક ની લીડર શિપ.

અત્યારસુધીમા મારા જીવનની યાદગાર ક્ષણો:  કલોલમાં ભારત હાઈ સ્કૂલમાં પાંચમા ધોરણમાં પહેલા નંબરે પાસ થયો તે, I.S.R.O. અમદાવાદમાં રિસર્ચ ફેલોશિપ મળી તે, મારા પપ્પાએ મારી વાઇફની હાજરીમાં મને લાફો માર્યો તે, કાઠમંડુ માં પેરાલિમ્પિક ગેમ્સ માં પેરાકબડ્ડી માં સિલ્વર મેડલ જીત્યો તે.

અંતે હું એટલું જ કહીશ કે લોકો મને એક ભરોસાપાત્ર, મહેનતુ, પ્રામાણિક, સાતત્યપૂર્ણ, અનુશાશક, હકારાત્મક વ્યક્તિ તરીકે જુએ છે અને તેમાં હું હંમેશા ખરો ઉતરી શકું માટે મને તેમની પ્રાર્થનામાં સામેલ કરે.

Gujarati Motivational by Mastermind : 111432001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now