સરકતાં સંસાર માં, છે બધા સમણાં,
ઈચ્છાના ઓથાર માં, છે બધા સમણાં,
હું જ તો નડતું રહેશે, કર્તાભાવ હમણાં,
ભોક્તા નો ભાર માં,. છે બધા સમણાં,
તૃષ્ણા નો ત્યાગ, લાગે વસમો વિશ્વમાં,
કર્મ બીજના કોઠારમાં, છે બધા સમણાં,
પોષતું તે મારતું ક્રમ , કુદરતી સાનિધ્યમાં,
ઘટમાળ સમય ધાર માં, છે બધા સમણાં,
આનંદ સ્વરૂપમાં, વિરાજમાન છે વિરલા,
દુઃખદર્દ વ્યથા માર માં, છે બધા સમણાં,