Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આનંદ એ સહજ સ્વાભાવિક છે. પરંતુ માનવજાત મોટે ભાગે
કોઈ ને કોઈ કારણસર દુઃખ દર્દ ના એહસાસ માં પોતે આનંદ થી રહિત ઉદ્વિગ્ન રહેછે.

કારણોનું કારણ શું શોધી એ,
મારણ છે મોહ, શું શોધી એ,
વખત માં વહી જશે ‌બધી પીડા,
આનંદ અંતરમાં જ, શોધીએ.

દુઃખ કોઈ ને ગમતું નથી, નિષ્ફળતા કોઈ ને પસંદ નથી,
પરંતુ એ આપણે જ મન અને દેહ અધ્યાસ થી  ઊભા કરેલા
પરિણામો છે. એના માટે આપણે  જવાબદાર છીએ.
જ્યારે આ સમજણ પડી જાય, તો આનંદ જ છે.

આનંદ કોઈ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ ગત નથી .એ તો આત્મચેતના ની સ્વયં ની અનુભૂતિ છે , અને એ હોવાની.
બહાર થી સુખ દુઃખ શાંતિ અશાંતિ આવે છે. એ પરિસ્થિતિ જન્ય છે.આનંદ તમારો અસલી સ્વભાવ છે. આવી સમજણ અનુભૂતિ થી સમજાય .


પ્રત્યક્ષ ઈન્દ્રિયો ની અનુભૂતિ શબ્દ, સ્પર્શ, રૂપ રસ ને ગંધ માં છે, પરોક્ષ બુધ્ધિ ગત તાર્કિક અનુભૂતિ છે. આ બન્ને થી પર સ્વયં માં આનંદ ની સહજ સ્થિતિ છે

શાશ્વત આનંદ ની અનુભૂતિ સમત્વયોગ દ્વારા કે મનની જીત દ્વારા સમતા પ્રાપ્ત કરી ને અનુભવી શકાય છે.
વિષય ની ગંભીરતા નથી, સહજ સમજણની વાત છે.કે
દેહાભિમાન થી જેટલું આત્મચેતના થી આપણે દુર દુનિયાદારી માં ડૂબી ગયા, આનંદ થી આપણે સમજો દુર રહી ગયા.
જાણે અજાણે પણ પોતાના આત્મા ની સ્મૃતિ તરફ વળી એ
તો આનંદ ની અનુભૂતિ થાય છે. તમે દરિયા કિનારે જાવ તો મીઠી લહેરોનો અનુભવ થાય છે, એમ આ બાબતે સમજવું
અને અનુભવુ જોઈએ.

તમે આનંદ સ્વરૂપ જ છો, એમાં ના માનવા જેવું કારણ નથી.જન્મતાં ની સાથે દેહ નામાંકિત થાય, ધર્મ જાતિ ઈતર ભેદ અંકિત થાય અને ગળથૂથી માં જ જીવાત્માને દુનિયા દારી માંછોડી દેવાય , બાકીનું સ્કૂલ કોલેજ માં અહં કાર માં સર્જન થાય, અને વિદ્યા મેળવ્યા પછી, માન સન્માન ડીગ્રી, હોદ્દોવગેરે માં પોતેજ પોતાના આનંદ સ્વરૂપ થી દુર થાય છે.
ત્યાં  સાચી સમજણ કોણ પાડે?  યુવાની હોય, ને સત્તા હોય પછી અહંકાર નું કહેવું શું? વ્યક્તિ પોતાના આત્મભાવ થી વિમુખ થઈ દુઃખ દર્દ અશાંત ઉહાપોહ માં ડૂબી જાય.


માટે, થોડુંક આત્મચિંતન જરૂરી છે. સ્વયં ની જાગૃતિ જરૂરી છે

આટલું કરીએ તો બીજું બધું જરૂર સચવાઈ જશે અને જીવનઆનંદ સ્વરૂપ સહજ બની જશે...

ૐ આનંદ ૐ!!😂😂!!ૐ શાંતિ ૐ 😂😂::::::::

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111431909
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now