છુટી જતું સઘળું વિશ્વ, માત્ર એક શ્વાસ મા,
ને પકડાઈ જતું બધુંય,    અંતરંગ પ્રકાશ માં;

ખેલ માત્ર છે ખેલવાનો, તૃષ્ણાને ત્યાગી અહીં,
ખેલાડી મટી જાય છે,  આશા ના વિશ્વાસ માં;

છુટી જાય છે પછી,  પ્લેટફોર્મ પરથી ગાડી એ,
જીંદગી જીવી જીવાય છે,  પછી અનુરાગ માં;

તૃણ સમાન અસ્તિત્વ છે, પંચભૌતિક પ્રપંચ માં,
ધ્યેય સાધે ધ્યાન થકી, આત્મભાવે વિતરાગ માં;

આનંદ અહો! સદ્ભાગ્યથી,સાંપડે છે નીજ રૂપમાં,
એકત્વની અનુભૂતિ,અનન્ય ભક્તિથી પ્રકાશ માં;

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::;:

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431907

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now