અરે ! અકથ્ય હોય છે, વેદના પ્રકૃતિમાં,
સ્રવે છે હિમાલય નું હ્દય , નદી બનીને;
ભળીને ભાવથી, દરિયાદિલી માં રૂદન,
કદીક મીઠી મીઠી, વર્ષા વાદળી બનીને
======================
કલાત્મક સ્વરૂપ છે ,. પ્રેમ નું ત્યાગ માં,
રાગ છે દ્વૈત ભાવે , મિલન અનુરાગ માં;
=======≠================
કલાત્મક દ્રષ્ટિ હોય છે, મનની શક્તિ માં,
વૈવિધ્ય સભર વારસો, હોય સંસ્કૃતિ માં;
ગાયન -વાદન ને નૃત્ય, ધરોહર છે ભારતી,
વૈભવ છે રાગાત્મિકા, અનુરાગ સંસ્કૃતિમાં;