અવતરણ માનવદેહે, સ્વાગત તારું છે,
મોજ મસ્તાની લાવીએ,સ્વાગત તારું છે;
ઘડી પ્રકૃતિ વિધવિધ ઘાટે, નામ રૂપ ઘણા,
જૂજવાં રૂપ માં અનંત, સ્વાગત તારું છે;
દેવ ,દાનવ માનવ, યક્ષ કિન્નર ગાંધર્વ પણ,
કીટ પતંગ પશુપંખી માં, સ્વાગત તારું છે;
સ્થૂળ સૂક્ષ્મ ને કારણ , કલાત્મક સજાવીને,
આત્મા ચૈતન્ય સ્વરૂપ માં, સ્વાગત તારું છે;
જન્મ મૃત્યુ જરા વ્યાધિ, વિસ્તાર ઘણોજ,
અનંત અનુરાગ આનંદમાં ,સ્વાગત તારું છે;