પસારીને કલ્પના ની પાંખે, ઉડતા જ રહેવું,
અનંત અનુરાગી ચાહમાં, ઉડતા જ રહેવું;
મનની મથામણ છે, બીજું છે શું જગતમાં,
મનોરંજન કે મનોમંથન માં,ઉડતા જ રહેવું;
આપદા ઓ ઉપજ છે, સ્વયં ઈચ્છાધારી એ,
તૃષ્ણા નું દર ત્યાગી સતત, ઉડતા જ રહેવું;
ભોળવાઈ ગયો જીવ, ઝાકમઝોળ દુનિયાથી,
શૂન્યતા માં ભાવ પ્રકાશથી, ઉડતા જ રહેવું