દર્દની સાથે દોસ્તી જ, થઈ ગઈ છે હવે,
ઝખ્મોની ખંજવાળ , પણ મસ્ત છે ‌હવે;

કોરી કટ થઇ આંખો , આંસુનો દૂકાળ છે,
ઈન્તજાર વગર સમય, પણ મસ્ત છે ‌હવે;

લાશને સાચવી રાખીએ, ક્યાં સુધી આમ,
વિરહના ભળકે બળીને,પણ મસ્ત છે ‌હવે;

સ્મશાનની રાખ જેવો, રંગરૂપ નો સહેવાસ,
રાગ વિરાગ વિતરાગમાં ,પણ મસ્ત છે ‌હવે;

જિંદગી વજહને વજૂદ ખોવાઈ જાય ‌ જ્યાં,
આનંદ એ અનુભૂતિ માં, પણ મસ્ત છે ‌હવે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431586

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now