થોડીક રહેમત ભરીને, નિગાહ ચાહું છું
પ્રેમ ભરેલી તારી , એક નિગાહ ચાહું છું
જીવ્યો છું મન મુતાબિક, દુનિયાદારી માં
અંતરમનની દુઆ જ એક ચાહ ચાહું છું
ભટકી ભટકી , થાકી ગયો છું, સંસાર માં,
શરણાગતિ સ્વીકારી તને અથાહ ચાહું છું
મનની દ્વિધામાં , બહિર્મુખી વૃત્તિ ત્યજી
ફરિસ્તા જેવા લિબાસનો ,શાહ ચાહું છું
હું હું અજ્ઞાનમાં,બેવડ વળી ગયો છું અહીં,
તુંહી આનંદ જીવનમાં, વાહ વાહ ચાહું છું
મુક્તિ અને બંધન છે, મન ના ખ્યાલ સઘળા,
કલ્યાણમય દ્રષ્ટિના , દર્શનની ,ચાહ ચાહું છું;
સુખદુઃખ મનમાં,કાલ્પનિક છે પ્રાકૃતિક ભાવ,
આનંદ સ્વરૂપ માં વિશ્રાંતિની રાહ ચાહું છું