શૂન્ય છે દિલ, શૂન્યતા માં ઘર કરી જશે,
જ્યાં પ્રેમ નથી દિલ , વ્હેમ ઘર કરી જશે.
મતલબ શું છે જિંદગી નો, ફક્ત સ્વાર્થમાં,
કબ્રમાં સબ્ર ખૂલા હાથ,એમ ઘર કરી જશે.
મન માંગે જ્યાં સાહ્યબી, અધર્મ આચરણે,
અનીતિ નર્કમાં પછી,હેમખેમ ઘર કરી જશે.
ક્રુર કર્મ કરી, રહેમત માગે છે જ્યાં દિલ થી,
પોકળતા શૂન્ય સરખી,જેમતેમ ઘર કરી જશે.
આનંદ અનુભૂતિ છે, સ્વયં માં સહજતાથી,
સુખદુઃખ મન, કાલ્પનિક વૃત્તિ, ઘર કરી જશે.