કેતકીનું ફૂલ
મારા બગીચામાં કેતકીનું ફૂલ એને ભમ્મરીયા જાળામાં રાખ્યું,
સૂંઘી સૂંઘી એને ફેંકી દીધું ત્યારે કચરા પેટીમાં નાખ્યું!
કચરા પેટી પૂરી ભરાણી ત્યારે નદીમાં પધરાવી દીધું,
નદીના પૂરમાં તણાતું તણાતું સામે કિનારે જઈ બેઠું!
સ્વાર્થીલા માણહને અણગમતું થયું ત્યારે મને હડસેલી મૂક્યું,
એક દિન આવી એક મેલડીયા ઘેલડીયા માણસે ખેતરમાં જઈને નાખ્યું!!
બળબળતા બપોરે ખેડી ખેડીને મને ઉંડે જમીનમાં દાટ્યું,
દટાયેલી જમીનમાં ફોતરાં ઉડ્યાં ત્યારે ઉંધઈએ કોતરી ખાધું!