જીવો જીવસ્ય ભોજનમ્
એક જીવ બીજા જીવ નો,
શિકાર કરીને ભુખ સંતોષે છે.
પરંતુ હે પ્રભુ તારી આ દુનિયામાં
માનવ કોઈનો તનથી,
કોઈનો મનથી કે કોઈનો ધનથી,
શિકાર કરતો આવ્યો છે.
શોખ ખાતર મૃગયા કરે છે,
સૌંદર્ય શોખને પોષવા,
અબોલ પશુઓનો શિકાર કરે છે.
સ્વાદેન્દ્રિયોને પોષવા જળચર,
અને ભૂચર જીવોનો શિકાર કરે છે.
#શિકાર