નામ કોઈ કોઈ આમ તો,  એ ગુમનામ હોય છે,
નામ નામી એક  અદ્વૈત માં,   ઠરીઠામ હોય છે;

નામની મહિમા,  નામથી  રૂપ રંગ ગુણ જાણવા,
નામદાર આપ માં, રૂઆબદાર  એ નામ હોય છે;

નામે તાર્યા કેટલાય ,  ડૂબી ગયા અગણિત પણ,
હરતા દુઃખ દર્દ ભક્તિ માં, એ હરિનામ હોય છે;

નામના  પ્રવાહમાં ભળ્યા  ,  શક્તિ ના સ્વરૂપ માં,
નામ એક શબ્દ બ્રહ્મ શ્વસતા જ,આરામ હોય છે;

શ્યામ સુંદર મુરલી મનોહર, ગોવર્ધન કુંજ વિહારી,
બલિહારી  છે નામની, ગુરુમુખીને સલામ હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431022

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now