હું મરી જાય , તું તરી જાય મજા છે,
અંહકાર માં ડૂબી જવું ,એ સજા છે;

વિવેક ત્યજી ને,  રાગમાં અનુરાગતા,
ભૌતિક સુખ માં ,ભળી જવું કઝા છે;

સાંભળી ને ભૂલી ચૂક્યા સત્ય સ્વરૂપ,
અસત્ય આજે બન્યું ધર્મ ની ધજા છે;

ખોવાઈ જવું ઈચ્છા તૃષ્ણા ને દ્વાર પર,
મનભાવન મૌજ માં, રંગરાગ મજા છે;

આનંદ ચાલો ડુબકી ,લગાવીએ ખુદમાં,
સરકતાં સંસાર ની ,.  મનોલયે રજા છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431020
Mitesh 7 year ago

ખૂબ જ સરસ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now