અજબ-ગજબ શ્વાસ છે,વિશ્વાસ છે,
લેખિની મારી , અંત:કરણનો સાદ છે;
દુઃખદર્દને ઝખ્મો ચીતરી, અટક્યા વિના,
હસતો ચહેરો ,એ વાચકગણની દાદ છે;
કલ્પના ની પાંખે , ઊડાન ભરતી અનંત,
રુહાનિયત માં તરબોળ, રૂહાની યાદ છે;
તોડી આશા તૃષ્ણા ની ,બેડીઓ ફટાફટ,
જોડી દેતી ચૈતન્યમાં કેમ?એ ફરિયાદ છે;
આનંદ શબ્દોની સૃષ્ટિ માં, વિચરણ સદા,
પરમપ્રેમ માં તદ્રૂપ, દ્વેત ને અદ્વૈત વાદ છે;