મમ સ્મૃતિ પટ પર ઉજાણી, સાનિધ્ય તારૂં,
રંગ તરંગ વિચાર વિમળ, અસ્તિત્વ છે તારૂં.
હુંફ છે મમત્વ ભરી, મમતા પામી અમે જ્યાં,
કલરવ મધુર પંખીનો, ડાળે અસ્તિત્વ છે તારૂં.
વેદના સંવેદનામાં રહેતું ,મન ગજબ લાગણી,
પાંપણ ભીના અશ્રુઓ માં અસ્તિત્વ છે તારૂં.
હસતા રહ્યા ફુલો વસંતના, ભ્રમર ગુંજારવમાં,
શિશુના નિખાલસ હાસ્યમાં,અસ્તિત્વ છે તારૂં.
સદૈવ મહેંક પ્રસરાવી છે, ગજબ લીલા પ્રકૃતિ,
આનંદ ઉરમાં અનુરાગ થી, અસ્તિત્વ છે તારૂં,