Gujarati Quote in Blog by Himanshu Thakkar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું આપણે મદદ ને લાયક છીએ...?

આપણે ૫૦૦ ને ૧૦૦૦ રૂપિયા માટે લાઈનો લગાવી,
સામાજિક અંતર ની તો જાણે આપણે ધજ્જીયા ઉડાવી..

શાકભાજી અને વસ્તુ વગર નાં જીવી શકતા આપણે,
ટામેટા અને બટાકા વીણી ને જાન ની બાજી લગાવી..

રોજ મોડા જાગતા લોકો પણ મોર્નિંગ વોક માં નીકળ્યા
જીવ કરતા વહાલું છે સ્વાસ્થ્ય ! એવી કંઇક ચિંતા જગાવી..

સોસાયટી માં થઈ મહેફિલો, રમતો, ક્રિકેટ ને નવીન વાતો
પોતાની જાત ને છેતરી ને અંદર અંદર ખુશી પણ મનાવી...

કરી ધાબા પર ભજીયા પાર્ટી અને રમ્યા બહુ જુગાર
લોકો માન્યા ત્યારે જ્યારે ડ્રોન માં તેમની છબી બતાવી...

નથી પહેરવા હજુ પણ કોઈ ને માસ્ક થાય છે ગભરામણ
ખબર પડશે ત્યારે જ્યારે કોરોના થશે અને જશે સતાવી..

બધા ને કરવી છે માત્ર વાતો અને નીકળવું છે ફરવા બેફામ
ભાઈ, એક રાત પોલીસ, ડોકટર વગેરે સાથે જુઓ વિતાવી..

જે લોકો ખરેખર છે જરૂરિયાતમંદ, તે જ લાભ લે તો સારું,
બાકી તમામ લોકો ને વંદન જે છે ખરા અર્થ માં સેવાભાવી..

હજુ તક છે સુધરી જઈએ , જીવન જીવતા શીખી જઈએ
તમારું નાં વિચારો કાઇ નહિ આખા પરિવાર ને જશે મથાવી..

Gujarati Blog by Himanshu Thakkar : 111430599
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now