મારી માંનો સ્નેહ તો અપાર છે
મારી માંનુ વહાલ તો અનંત છે!!
મારી માંની પ્રેમની મોસમ ક્યારેય સૂકાશે નહિ
મારી માંના વ્હાલની ચમક આછી પડશે નહિ!!
બાગ-બગીચા પણ સૂકાઈ જાય
પુષ્પો પણ કરમાઈ જાય
મારી માંનો પ્રેમ વહેતો રહે સદાય!!
અપાર પ્રેમ તે વરસાવ્યો છે માં
તારી છાયામાં અમે પોષાયા છીએ
દિલ તો તારું દરિયા કરતાં પણ મોટું છે!!
માં તારી ઉપમા આપી ન શકાય
માં તારું હેત વર્ણવી ન શકાય
માં તારું ૠણ કદી ચૂકવી ન શકાય!!
માં તારી યાદથી પણ મારું હૃદય
હર્ષથી છલકાઈ ઉઠે છે!!