Gujarati Quote in Blog by Aashka

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી...... તમે સ્ત્રીને શું માનો છો? દેવી, જગતજનની, આદ્યશક્તિ કે પછી સમય આવ્યે સંહાર કરતી કાળકા?
અરે!! આ બધી મોટી અને ખોટી વાતો જવાદો...
શું ખરેખર તમે એક સ્ત્રી ને આટલી પૂજનીય માનો છો?
તમારા મનને પૂછો કે સાચું શું છે?
જો ખરેખર આમ હોય તો તે વ્યક્તિ કોણ કે જે બળજરીપૂર્વક સ્ત્રીના અસ્તિત્વ ના ,તેના જીવન ના, તેના સપનાં લીરેલીરા ઉડાવીને જતો રહે છે?તો પછી એ ક્યો વ્યક્તિ કે જે સ્ત્રીને પોતાની કામના પૂર્તીનું સાધન માત્ર માને છે?તો પછી એ કયો વ્યક્તિ કે જે સ્ત્રી ઉપર પોતાનો રોફ અને અધિકાર જમાવે છે?
સત્ય શું છે આદર્શ કે વાસ્તવિકતા?
જો ખરેખર સ્ત્રીને મહાન માનવામાં આવતી જ હોય તો સીતાને કેમ અગ્નિપરીક્ષા આપવી પડી? શું દ્રોપદી ને કોઈ વસ્તુની જેમ ચોપાટ ની રમતમાં મૂકવામાં આવી હોત?
અને આજે પણ કોઈ પાપી ના પાપનો ભોગ બનેલ આજની સીતા હજી અગ્નિપરીક્ષા આપતી હશે
સાચી વાત તો એ છે કે આપણે સ્ત્રીને દેવી બનાવી પુજવનો ખાલી ઢોંગ જ કરીએ છીએ.
જે કામ, કર્તવ્ય પાલન એક સ્ત્રી કરે છે તે કોઈ પણ કરી શકતું નથી અને કરી શકવાનું પણ નથી. સ્ત્રી બે પરિવારોને જોડે છે, બે કાર્ય એક સાથે કરી શકે છે. તે જશોદા મૈયા ની જેમ માં નો પ્રેમ પણ આપી શકે અને ચંડી બની સહાર પણ કરી શકે.
એક સ્ત્રીમાં જ મજબુત મનોબળ હોય છે.એક અસહાય વેદના વેઢી પોતાનાં બાળકને જન્મ આપે છે, અને નિઃસ્વાર્થ પ્રેમ સતત વર્ષાવતી રહે છે.
એનો મતલબ એ નથી કે સ્ત્રી વગર કઈ થય ના શકે પણ સ્ત્રી વગર કોઈ કાર્ય આરંભ પણ ક્યાં થાય છે!
તેનો મતલબ એ નથી કે સ્ત્રી જ બધું છે પુરુષ પણ સ્ત્રીના અડધા અંગ સમાન છે.
જો સ્ત્રી સૂર્ય છે તો પુરુષ તે સૂર્યનું તેજ છે.
જો સ્ત્રી સત્ય છે તો પુરુષ તે સત્ય નું મહત્વ વધારતો ધર્મ છે.
જો સ્ત્રી ફૂલ છે તો પુરુષ તે ફૂલની સુગંધ છે.

Gujarati Blog by Aashka : 111427600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now