એક વાર એક મોટામાણસ ને બહું ગરમી લાગતી હતી એ સૂરજને કોશતો, એસી ઓન કરે છે મસ્ત મજાની ઠંડક મેળવતો ઉંઘવા માંડે છે.
આ જોઈ એક ગરીબ સૂરજ ને પુછે છે તમે દુઃખી ના થાવ આમના વર્તન થી?
સૂરજ હસ્તા જવાબ આપે છે હું આવા એક બે નું દુઃખ લગાડી પ્રકાશવાનું બંધ કરી દઉં તો તમારા લોકોનુ શું થાય?
હું ખાલી એના માટે જ નહીં તમારા બધા માટે પણ પ્રકાશું છું,
વાત આગળ વધારતા સુરજ કહે છે, અને તે મોટામાણસ ને એ પણ ખબર નથી કે એ જે એસી મા સુતો છે તે એસી પણ મારા પ્રકાશ થી જ ચાલે તેણે ઉપર સોલાર પેનલ ફીટ કરી છે તેમાથી જ......હા તેની પાસે ઓપ્શન છે બીજા પણ મારી જેમ એ કોઈ ફ્રી મા ન ચાલે પણ એ મોટામાણસને નહીં સમજાય... અને હું આ કરી તને પણ એજ સંદેશ આપીશ કે આપણુ કામ છે પ્રકાશવું બાકી એક બે ના લીધે આપણા તેજ ને ફરક ના પડવો જોઈએ.
ગરીબ આ સાંભળી અવાક બની ગયો ને મનોમન નકકી કરે છે હું પ્રકાશિત તો સૂરજ ની જેમજ અને એ પણ સૂરજ સાથે જ.
ભાવેશ પરમાર
Inspire by my dear friend rohitbhai prajapati
https://www.matrubharti.com/bites/111427007