#વધવું
રમતમાં જ દિધું બચપણ વિતાવી,
જવાની પણ છે મસ્તી માંજ જવાની!
ઈચ્છા તો છે સહુ ને અહીં રોકાવાની,
જીવન, નદીની નીયતી વધવું વધતી જવાની,
જવાની છે તો કરી લે પ્યાર ઓ દીવાની,
તો તને પણ જિંદગી સમજાઈ જવાની,
પ્રેમ ની વાતો કરી મીઠી યાદો સંઘરવાની,
ઘડપણ ના ઘરમાં બેસી એ યાદો વાગોળવાની,
હિરેન તુજ હ્રદયમાં મ્હેકતી રહે પ્રેમ ની ધુપદાની,
પરીમલ જિંદગી ની જગમાં આમજ પ્રસરવાની.