કાલે રાતે હું થાકી પ્રકૃતિની સોડમાં ગઈ,
ધરતીએ પલાઠી વાળીને ખોડો આપ્યો મને,
આકાશ મારી ચાદર બની ગયું,
પવને ફુકાયને પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો,
તેના ફૂકાવાનો અવાજ હલાલડું બની ગયું,
ચંદ્રએ તેની શીતળતાને શક્તિ બનાવી મને પ્રદાન કરી,
અને બધી ચિંતા દૂર કરી દીધી,
કદાચ આને જ પુનર્જન્મ કહેવાતો હશે!!!