ઉછળેય ખરું, ભાવની ભરતી બનીને,
મોજું છે મનોમંથનનું , મન સંસાર ખરે;

દોસ્તીમાં દિલ્લગી હોય છે સ્વભાવિક,
નાની નાની વાતો માં , ના ખિજાવુ ખરે!

જીંદગી છે થોડીક, ક્ષણોનો  સરવાળો ,
દુઃખો ની બાદબાકી  ,સુખો ગુણવા ખરે !

ભાવભીનું સ્વાગત અહીં, મૃત્યુ લોકમાં,
કર્મલોકમાં કર્મ નિષ્કામ ભાવે કરવા,ખરે;

આનંદ મંગલ સ્વરૂપ છે,  આત્માનું જ્ઞાન,
સર્વત્ર આનંદ અનુભૂતિમાં,જ રાચવું ખરે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111426385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now