આવ સ્નેહમય ,ઝરણું વહેતું અહીં,
ડુબકી લગાવીને , તન્મય થવું અહીં;
પીડાય છે કોમળ, કુસુમ જેવું હ્દય,
મળે શાતા ને, કળ વળી જાય અહીં;
તોફાની ઝંઝાવાતી છે જિંદગી ગજબ,
રણમાં મૃગજળથી,સંમોહિત છે અહીં;
કિનારાને તલસતા રહ્યા છે જિંદગી ભર,
અમે મઝધારની મહોબત, કરી છે અહી;
લૂંટાવી દીધી જિંદગી ની ,વસંત અમે તો,
પતઝડ મિજાજમાં પણ આનંદ છે અહીં;