રંગીન મહેફિલો,વેરાન ક્યાં હોય છે?
નાજૂક દિલનો , હાલ ખાસ હોય છે.

રોશન થશે દિલ આપનું, ચાંદની માં,
ચાંદો જરા ચમકે,પૂનમ કાશ હોય છે;

પતઝડની મોસમ વીતી જો,વિરહીણી
ફુલની જ રંગત નો,અહીં વાસ હોય છે;

ડૂબકી લગાવી દિલમાં,જૂઓ, તમે જો,
શ્વાસોની સરગમમાં, વિશ્વાસ હોય છે;

ઝાકળ ની બુંદો ચમકતી , પ્યારી પ્યારી,
દિલમાં' ય આનંદ , રહેમત રાસ હોય છે;

==={{}}==={{}}==={{}}==={{}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111425711

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now