વલોપાત માં વિસ્તાર, રહ્યો છે સદા,
સીમામાં ખુદને બાંધી , રહ્યો છે સદા;
રવાનગી ઋતુની છે, પરિવર્તન અહીં,
પતઝડમા ખુદને બાંધી રહ્યો છે સદા;
ભાવની ભીનાશ, પામશે હવે કેવી રીતે,
હીનતા માં ખુદને ,બાંધી રહ્યો છે સદા;
આંસુ ઓ છલકતા,પણ રહેશે ક્યાં સુધી,
પાંપણો માં ખુદને , બાંધી રહ્યો છે સદા;
સત્યમાં પ્રતિષ્ઠા છે, અનંત આનંદ લહેર,
અસત્ય માં ખુદને , બાંધી રહ્યો છે સદા;
========================