તું જાગીને તો જો,
ભયંકર રાત પછીની સવાર બારીમાંથી ડોકિયું કરે છે.
તું હજુ એક કદમ ચાલીને તો જો,
થોડા કાટાં પછીની ફૂલની કેડી તારી રાહ જોવે છે.
તું પ્રયત્ન તો કરી જો,
ધરતી તારો આધાર અને આકાશ તારી ઢાળ બનવા તૈયાર છે.
તું હસીને તો જો,
પ્રકૃતિ તેના સ્નેહથી તને ભીંજવા ક્યારની ઉત્સુક છે.