Gujarati Quote in Microfiction by jd

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#moralstories
#repost

જુઠની જીત

અમદાવાદથી સવારના 6 વાગ્યે ઉપડેલ Train number 22954 ગુજરાત એક્સપ્રેસ લગભગ 10:15 એ ભરૂચ પહોંચવા આવી હતી. એટલામાં તો TC બધાની ટીકીટ ચેક કરતો કરતો એક 35 વર્ષના માણસ પાસે આવી ગયો અને એને જોઈને માણસના માથે પરસેવો દેખાવા લાગ્યો.

TC ને ખબર પડી ગઈ હતી કે આની પાસે ટીકીટ નથી પણ TC એ બે ત્રણવાર ટીકીટ માગી પણ એ ભાઈએ કઈ પણ બોલ્યા વગર ઉભો હતો અને એ ભાઈ ખુબ જ ગભરાઈ ગયો હતો.

એ ભાઈ પોતાની બેગમાં હાથ નાખીને કંઈક કાઢવા જ જતાં હતાં ત્યાં જ તો બાજુ માં બેસેલ 20 વર્ષના યુવાને કહ્યું આ અમારા બન્નેની ટીકીટ અને TC ચેક કરીને જતો રહ્યો.
યુવાનને પેલા ભાઈએ પુછ્યું તારી પાસે વધારાની ટીકીટ કેમ? ત્યારે ચોખવટ કરતા કહ્યું કે મારો દોસ્ત આવવાનો હતો પણ એ લેટ થઇ ગયો અને ટ્રેન ઉપડી ‌ગઈ.

"પણ ‌તુ મને ઓળખતો નથી તો પણ તું જૂઠું બોલીને મારી મદદ કેમ કરી?"

"આજે તમે કોઈકની મદદ કરો કાલે કોઈક તમારી મદદ કરશે. એમ પણ મહાભારતના યુધ્ધમાં પણ શ્રીકૃષ્ણ‌ના માર્ગદર્શન હેઠળ યુધિષ્ઠિર અસત્ય બોલીને જીત મેળવી હતી, તો આ વાત પરથી એમ નક્કી થાય કે એક જુઠ બોલવાથી કોઈ નું ભલું થતું હોય તો એ સો સત્ય કરતા સારૂ છે"

એટલામાં તો નર્મદા નદીનો પુલ આવી ગયો અને પેલા ભાઈએ બેગ માંથી રીમોટ કંટ્રોલ બહાર કાઢીને સેલ ફેંકીને રીમોટ કંટ્રોલ ભાંગીને બેગ સાથે નદીમાં ફેકી દીધું .

બીજા જ દિવસે સમાચારમાં મેઈન હેડલાઇન આવી
" ભરૂચ નજીક નર્મદા નદીમાં એક બેંગમાથી RDX બોમ્બ મળી આવ્યો.
મળતી માહિતી મુજબ આ બેગમાં રહેલા ડોક્યુમેન્ટ પરથી એવું જાણવા મળ્યું કે નર્મદા નદી પર ટ્રેન સાથે રેલ્વે બ્રીજ ઉડાવવાનો પ્લાનિંગ હતો."


એક ટીકીટએ આજે અનેકની જીંદગીની ટીકીટ બચાવી

Moral : बेवजह अच्छे बनो वजह से तो बहुत सारे बने फिरते हैं।

Gujarati Microfiction by jd : 111424964
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now