ક્યાં કોઈની યાદ એમ વિસરાઈ છે,
જો વિસરાતી હોય વાતો સહેલાઈથી,
તો શું જરૂર છે મદિરાપાનની?
જે કહી જાય છે જતી વેળાએ કે ભૂલી જજો,
તો એ ભૂલવાનો ઉપાય કેમ ન કહે આપણને?
અને જે વાતો, યાદોને ભૂલ્યા છે,
પૂછજો એમને કે શું કોઈને વીસરવુ છે આસાન?
અંતે જિંદગી પણ કેવી શીખ આપી જાય છે,
કે ભૂલી જાઓ જે ભૂલ્યા આપણને,
પણ જિંદગી તેં કરી છે ક્યારેય કરી છે કોઈથી મોહબ્બત?
તો તને ખબર હોય કે કેમ કરી ભૂલાય કોઈને!!
#વીસરવું