શાયદ હું રૂહાની મસ્તી ને,સમજી શક્યો ના,
શ્વાસ ઉચ્શ્વાસની મસ્તીને,સમજી શક્યો ના,
હમદર્દ બની જાય, દર્દ વાત સાચી હોઈ શકે,
ઝખ્મો દિવાની ભક્તિ ને સમજી શક્યો ના,
કસુરવાર ઠેરવી જ ક્યાંક, દીધો હતો મનેય,
મરહમી અંદાજની મસ્તી ને સમજી શક્યો ના,
રંગીન મિજાજ માં , તરબતર છે પ્રેમરસ પીતાં,
આબ એ હયાતની કસ્તિ ને,સમજી શક્યો ના,
હવે રાહેગુમને,તલાશ કરે છે ક્યાંક મંઝિલ પણ,
આનંદ અનુભૂતિની તુષ્ટિ ને, સમજી શક્યો ના,
============================