પપ્પાનું ખિસ્સું
ઘરમાં સૌને વહાલું
પુ્પ્પાનું ખિસ્સું
જગતમાં સૌથી વધારે ભરચક
જગ્યા છે પપ્પાનું ખિસ્સું
મહિનાની એકમે ભરતી ‘ને
અમાસે ઓટ દર્શાવતું
પપ્પાનું ખિસ્સું
જવાબદારીથી ફાટફાટ થતું
હોય છે પપ્પાનું ખિસ્સું
ભરતી અને ઑટ વચ્ચે
ચલાવતું મમ્મીની બોટ
પપ્પાનું ખિસ્સું
સંઘર્ષથી ઘેરાએલું હોય છે
પપ્પાનું ખિસ્સું
રજાના દિવસે પણ ઑવરટાઇમ
કરાવે છે પપ્પાનું ખિસ્સું
આખર તારીખોમાં હાંફી જતું હોય છે
પપ્પાનું ખિસ્સું
સ્કૂલ ફી, હપ્તો અને મનોરંજનની ટ્રીટ
ત્રણેને સમાવે છે પપ્પાનું ખિસ્સું
પોતાને માટે ખાલીખમ હોય છે
પપ્પાનું ખિસ્સું.
ઘરના સૌ માટે છલોછલ હોય છે
પપ્પાનું ખિસ્સું.
સૌને માટે હસતું હોય છે
પપ્પાનું ખિસ્સું
પણ છાને... ખૂણે રડતું હોય છે
પપ્પાનું ખિસ્સું ! 😢
(વોટ્સએપ્સ આધારે)