પોતાના પ્રથમ સંતાનને જન્મ આપ્યા પછી પહેલી વાર એને નિહાળતાં માનું રોમ રોમ આનંદ અનુભવે છે પણ કયારેક વહાલના એ પડીકાને કચરાના ઢગલામાં કે રસ્તે રઝળતું મૂકવું પડે એવી મા કેવી વ્યથા અનુભવતી હશે!
એક જ પ્રસંગ પણ આનંદ અને વ્યથાનો કેવો વિરોધાભાસ!
મા બનવું કુદરતની મહેર છે.
દોષિત ઠર્યું સમાજની નજરે,
નિર્દોષ પર કાળો એ કહેર છે.
વર્ષા શાહ
#અનુભવવું