આવે યાદ સદા...
હૃદયથી હોય જે નજીક સદા
એ જ ડંખ મારે સદા...
આંખો થી દૂર હોય સદા
એની જ કમી લાગે સદા...
હોઠ પર નામ હોય સદા
એ જ વધુ તરસાવે સદા...
વિચારોમાં જે રમતું સદા...
એ જ અશ્રુ લાવે સદા...
પાસે નહી 'ને દૂર સદા...
એ જ પીડા આપે સદા....
હૃદયના ધબકારે પીડે સદા...
એ જ જીવાડે સદા...
સગા સ્વાર્થના આવે યાદ સદા....
એક ન આવ્યો યાદ તું ખુદા!
ચિ. બહેન બીજલ શાહની રચના (સુધારા સાથે)