શ્રીમતિ દેવિકા બહેન દિવાનજીના સૌજન્યથી 🙏
રમતો બધી રમીને પુરી થઈ ગઈ..
જુના ફોટાઓ જોવાઇ ગયા..
જુના દિવસો પણ જીવી લીધા..
ફરજિયાત રજાઓ નથી જોઈતી હવે..
ઈશ્વર , તારો ખેલ હવે પૂરો કર..
કંટાળો આવ્યો
બીક વાળી સ્વચ્છતાનો
સેનીટાઇઝર અને માસ્ક નો
ઘરમાં ગોંધાઈને રહેવાનો
સંકટને હવે તો સમેટી લે
ઈશ્વર , તારો ખેલ હવે પુરો કર..
નવી પેઢીના સ્વપ્નો માટે
માંડી દીધેલ અર્ધા દાવ માટે
હાથ ઉપર ના પેટ માટે..
ઈશ્વર , તારો ખેલ હવે પૂરો કર..
જગતની ધીરજ ડગમગી જાય એ પહેલા
સહનશક્તિ પુરી થઈ જાય એ પહેલા
"તારા " પર પ્રશ્નો ઉભા થાય, એ પહેલા
ઈશ્વર , તારો ખેલ હવે પૂરો કર..
હવે નહી કહું હું, કે સમય જ નથી
કુંટુંબને, સંબંધોને પૂરો ન્યાય આપીશ
નિસર્ગ, સૃષ્ટી નું કરીશ હું રક્ષણ
આ કોયડાનો જવાબ આપી દે ને હવે
ઈશ્વર , તારો ખેલ હવે પૂરો કર.
ધણી થઈ ગઈ, જે શિક્ષા આપી એ
ભૂલો અમારી સમજાઈ ગઈ પૂરેપૂરી
મન, વિચારો પણ શુદ્ધ કર્યા છે રે
હાથને સ્વચ્છ કરતા કરતા
વચન અમે આપીએ છીએ તને
ઈશ્વર , ઓ ઇશ્વર ,
હે ઇશ્વર, તારો ખેલ હવે તો પુરો કર..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻