શાબાશ ભારત સરકારની કોરોના સામેની વ્યૂહરચના.
સરકારે as a whole જે વખાણવા લાયક કર્યું તે યાદ કરી આભાર માનવો પડે.
સવારે હું દૂધ લેવા ગયો. યાદ આવ્યું કે 23 માર્ચથી લોકડાઉન છે પણ એક પણ દિવસ એક પણ ટંક ચા કે દહી વગર ચલાવવું નથી પડ્યું.
ગ્રોસરી માર્ચ અંત માટે ટોકન લઈ લાઈનમાં ઉભી લઈ આવેલા પણ એપ્રિલમાં પણ જે અને જ્યારે જોઈએ તે ગલીના નાકે કરીયાણાવાળો આપી શકતો. અમુક જ બ્રાન્ડ જોઈએ એ આગ્રહ ન હોય તો. ઇવન ખારી શીંગ કે બિસ્કિટ જેવી વસ્તુ પણ એના વગર રહેવું પડયું નથી.
આજે 200ની નોટ આપી તો બીજા પરચુરણમાં પાછા પણ મળ્યા. પરચુરણની તંગી કોઈને પડી સાંભળી નથી.
એટીએમ માં ક્યારેય પૈસા ખૂટયા નથી. ડિસ્ટન્સ જાળવી બે ત્રણ લોકો જ આગળ હોય તેમ પૈસા પણ ઉપડ્યા છે.
દવા તો ઠીક, સુદર્શન જેવી વસ્તુ પણ મેડિકલ સ્ટોરમાં મળી રહી છે.
ફક્ત એકાદ વખત જરૂર પડેલી તો 8 કીમી દુરની બેન્ક જવા 3ચોકી વટાવી. વ્યાજબી કારણ અને પુરાવા હોઈ જઈને આવી પણ ગયેલો.
સહુના સંપર્કમાં રહી શકયા કેમ કે BSNL ક્યારેય બંધ પડ્યુ નથી. (યુ બ્રોડબેન્ડ 20 દિવસ બંધ હતું!)
ભર ઉનાળે પંખા વગર સુવું પડ્યું નથી કેમ કે GEB બંધ થઈ નથી.
પોલીસ ચાર રસ્તે ઉભી કારણ વિના ફરતા તેમને પાછા મોકલતી પણ હમણાં વહેલી સવારે કોઈ કપલ કે એકાકી વૃદ્ધ કે વૃદ્ધા એક નાનો આંટો મારતાં હોય તો તેમને રોકતી ન હતી. જ્યાં પાળવાનું છે ત્યાં લોકડાઉન બરાબર પળાવ્યું. એમને ખુદને જોખમમાં મૂકીને.
સારું તો એ કે ડિજિટલ પેમેન્ટથી મોબાઈલ રિચાર્જ, DTH નું રિચાર્જ, લાઈટ ટેલિફોન અને ક્રેડિટકાર્ડનાં બિલ પણ ભરાઈ ગયાં.
મોટા અક્ષરોમાં ગ્રોસ કેઇસ થોડા વધારીને મુકતી ટીવી ચેનલો સામે નેટ એક્ટિવ કેસો અને કેટલા સાજા થયા તે બતાવતી mohfw સાઇટ પણ વિશ્વાસપાત્ર રહી.
જે ધીમી સરકારી મશીનરીનો મને ક્યાંક અનુભવ થઈ રહ્યો છે તેની વાત અલગ છે. કદાચ વૈકુંઠ નાનું ને મારી જેવા ભગત ઝાઝા. એટલે તેમની ગાડી ખોટકી પડી હોય એવું લાગ્યું. કે જાહેર કરેલી હેલ્પલાઈન હજી શરૂ જ ન કરી હોય એમ પણ બને.
એમ કોઈ લોકડાઉનનો ફાયદો ઉઠાવી પોતાના લાભ માટે બીજાને હેરાન કરી શક્યું નહીં. ન તો સરકારને નિષ્ફળ બતાવી શક્યું.
શાબાશ મોદી સરકારની દીર્ઘદ્રષ્ટિને અને સુચારુ વ્યવસ્થાને. મને સિનિયર સિટીઝનને ઘરમાં પડ્યા રહેવા સિવાય કોઈ જ તકલીફ નથી પડી.
છાપાઓની પણ પીડીએફ ગઈકાલ સુધી આવેલી. બાકી થોડા દિવસ એમાના અમુકને ચૂપ રાખવાની જરૂર હતી જ.
ઇચ્છીએ જલ્દીથી સહુ સામાન્ય જિંદગી જીવે.