મિત્રો.
પ્રથમ નવલકથા નહીં પણ, પ્રથમ શબ્દસર્જન યાત્રાની કેડી પર પા પા પગલી માંડતા, પહેલાં જ પગથીયે એ મારા જેવા એક નવસર્જકની વાર્તાને સુજ્ઞ સાહિત્ય રસિકો એ તેના અપાર પ્રેમ અને ઉમળકા સભર ઉત્સાહથી જે રીતે મને નવજ્યો છે, તેના માટે સૌને
કોટી કોટી વંદન.
૨૬ એપ્રિલ થી લઈને આજ સુધીના આઠ પ્રકરણમાં દરેક નિયમિત વાચક વર્ગએ તેમનો અમુલ્ય સમય ફાળવીને તેમના તટસ્થ પ્રતિભાવ અને મંતવ્યોના માધ્યમ થકી મારાં ટળવળતાં ટેરવાને કલમના તાબે કરીને તેના પર મારી પકડ વધુ મજબુત બનાવી દીધી.
આ રીતે મને શબ્દસ્થ કરીને આપ સૌ તરફથી મારા સર્જન પ્રત્યેના આપના સ્નેહનું એક ઉમદા ઉદાહરણ જોતા આજે હું એક અનન્ય ઉત્તમ પારિતોષિકનું પ્રશસ્તિપત્ર પ્રાપ્ત થયાની પ્રતિતીથી અભિભૂત છું એવી લાગણી થઇ રહી છે.
નવલકથા ના મુખ્ય પાત્રો સાથે ઘણાં વાચકોને સહાનુભુતિના પ્રિતીની અનુભૂતિની સાથે સાથે પાત્રોને અન્યાય થઇ રહ્યાની જે લાગણી અનુભવી રહ્યા તેની તેઓ સંદેશાના માધ્યમથી મીઠા ઠપકાના સ્વરૂપમાં ફરિયાદ કરી રહ્યા છે. કોઈ નવોદિત લેખકની પ્રથમ કૃતિના કાલ્પનિક પાત્રો સાથે વાચકવર્ગ આટલી આત્મીયતા બંધાઈ જાય એ
સર્જક માટે પ્રોત્સાહનરૂપી પ્રાણવાયું વાયુનું કામ કરે છે. મારી પ્રસન્નત્તાના પ્રસાદીની
સૌ વાચકો સાથે સરખે ભાગે વહેંચણી કરવાં..
આવતીકાલે સાંજે પાંચ વાગ્યે ફેસબુક LIVE ના માધ્યમથી આપ સૌની સમક્ષ
“ ક્લિનચીટ “ વાર્તાના આરોહ અવરોહ, પ્રતિભાવો, મંતવ્યો પ્રતિસાદની ગોષ્ઠી કરવાં માટે રૂબરૂ મળીશું.
4 MAY / 5 P.M. FACEBOOK LIVE
આભાર.