Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્કૂલની એક કવિતા યાદ આવી ગઈ.

હું નાનો તુ મોટો એવો ખ્યાલ જગતનો ખોટો,
આ નાનો આ મોટો એવો મુરખ કરતાં જોટો.

ખારા જળનો દરિયો ભર્યો મીઠાં જળનો લોટો.
તરસ્યાને તો દરિયાથી એ મોટો લાગે લોટો.

બધું તો યાદ નથી. આટલું છે. પણ એ સ્પષ્ટ થાય છે કે માન મેળવવાને હકદાર બધા હોતા નથી. આપણું પદ આપણને માન અપાવશે પણ એ સામેવાળી વ્યક્તિ મનથી નહીં આપે. જ્યારે આપણાં કર્મથી મળેલું માન એ સાચું માન છે.
માન આપવાથી વધારે મળે છે નહીં કે માંગવાથી. કોઈ પણ વ્યક્તિને તુચ્છ ગણીને એનું અપમાન કરવાને બદલે એનાં ગુણોનો આદર કરતાં શીખો. જ્યારે આપણને કોઈ બાબત આવડતી ન હોય ત્યારે એક બાળક પાસેથી પણ શીખવામાં સંકોચ ન રાખવો જોઈએ. આનાથી એ બાળકની નજરમાં આપણું માન અનાયાસે જ વધી જાય છે.
અરે, હું તો કહું છું કે આપણાં ઘરે કોઈ કામવાળી આવતી હોય કે આપણી ઑફિસ નાં પટાવાળા હોય ને એમની પાસેથી પણ ઘણું બધું શીખવા મળે છે. એનો મેં પોતે અનુભવ કર્યો છે.
ઘણાં બધાં લોકોને મેં પટાવાળા ભાઇઓ કે બહેનો સાથે તોછડાઈથી કે ઉદ્ધત વર્તન કરતાં જોયા છે. કોઈ વાર એમને માનથી બોલાવીને કામ તો સોંપી જુઓ, કેવા દોડી દોડીને કરશે.
માન મેળવવા માટે પહેલાં તેને આપતાં શીખવું પડે છે.
બધી જ વ્યક્તિઓ માનની અધિકારી નથી હોતી, એ માટે તો સામેવાળાને જીતવા પડે છે આપણાં વાણી અને વર્તનથી.

માન આપીને માન મેળવતા રહીએ.🙏

#માન

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111420474
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now