વીતી જાય છે,  વખત બનીને જિંદગી,
પ્રતિપળ અહેસાસ ,પરાયો છે જિંદગી;

મારી હયાતિ નું, મૂલ્ય  થાય છે કેટલું કે,
રાખ ને મીટ્ટી મુઠ્ઠી,   ભરીને છે  જિંદગી;

છતાંય સજાવી  દીધી,  સ્નેહના તાંતણે,
સંપાદિત સંબંધો માં,   સરેરાશ જિંદગી;

વગ છે લાગવગ છે,  પામી પરાયાપણુ ને,
ખોવાઈ જવાની ,  બેખૂદી માં જ જિંદગી;

નિત્ય નિરંતર આનંદ, ખોઈ અજ્ઞાનતા માં,
જ્ઞાન ના અહંકાર થી ‌, અથડાતી‌  જિંદગી;


=========================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111420087

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now