#માન
===============================
માન , સન્માન અપમાન એ બધું મન માં છે, તમારા મન ની અનુકૂળ સ્થિતિ માં વ્યક્તિત્વ નો આદર અને સન્માન એ
માન છે. તમારા સારા કર્તવ્ય નો પુરસ્કાર છે. જ્યારે પ્રતિકૂળતા માં તમારી નિષ્ફળતા અથવા અજુગતું વર્તન
અપમાન છે.
માન સન્માન નો સંદર્ભ દુનિયા દારી માં સ્વભાવિક છે, હંમેશા સન્માનિત થવાય એટલા માટે સત્કર્મ કરવા જોઈએ.ધર્મ નું સ્વરૂપ પ્રાકૃતિક નિયમો નું પાલન જણાવે છે, જ્યાં દયા કરુણા પરોપકાર સહિષ્ણુતા સાહસિકતા
ત્યાં માન સન્માન પુરસ્કૃત થાય છે.
પરંતુ ભાવનાત્મક સામાજિક સીમા ની પેલે પાર ચૈતન્યમય પ્રદેશ માં માન સન્માન અપમાન ને કોઈ સ્થાન નથી એ બધી મનોવૃત્તિ છે , એના ઉપર નિયંત્રણ રાખવું
અને આત્મસ્થ રહેવું કે હોવું એ આત્મચેતના માં સ્વભાવિક છે.
==================================