#ભવ્ય
ભવ્યતા છે તારી યોજનામાં
કારણ કે તે કર્યા બધાને એકસાથે...
ભવ્યતા છે તારા દ્રષ્ટિકોણ માં
કારણ કે તે દેખાડી કુટુંબ ભાવના...
ભવ્યતા છે તારી શક્તિ માં
કારણ કે તે બાંધ્યા એક તાંતણે વિશ્વને...
ભવ્યતા છે તારી દિવ્યતા માં
કારણ કે સમજનાર સમજી શકે છે...
ધર્મ ભલે અનેક હોય....
પ્રાર્થનાની રીત ભલે અનેક હોય...
પરંતુ... તું તો એક જ છો
સૌની માન્યતા ભલે અનેક હોય...
ભવ્ય છે તારી આ ભવ્યતા...🙏🌹🙏

Gujarati Poem by Shree...Ripal Vyas : 111418407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now