Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેશભરમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય પછી કેટલાક જિલ્લાઓમાં છૂટછાટ આપશે જ્યારે કેટલાક જિલ્લામાં કોઈ છૂટ નહીં મળે. સરકારે દેશના કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. આ પૈકી રેડ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે અને કોઈ પણ છૂટ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં હોવાથી ત્યાં કોઈ છૂટ નથી મળવાની.

ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લી એ નવ જિલ્લા રેડ ઝોનમાં હોવાથી ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે. કેન્દ્રની મોદી સરકારે નિર્ણય લીધો છે કે, ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં લોકડાઉન હળવું કરાશે અને મહત્તમ છૂટછાટો અપાશે. ગુજરાતમાં આવા જિલ્લાની સંખ્યા માત્ર 5 છે.

Post navigation

Gujarati News by બાબા સત્સંગી : 111417952
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now